કલ્યાણપુર તાલુકામાં સસરાના ઘરે લગ્નપ્રસંગમાં આવેલા યુવાનની પત્નીએ ઘરે સાથે આવવાની ના પાડતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામે રહેતા કેશુભાઈ વીસાભાઈ પરમાર (ઉ.વ.24) નામના યુવાને રવિવારે કલ્યાણપુર તાલુકામાં તેમના સસરાના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને તેના ઘરે જવા માટે તેની પત્નીને કહેતા તેણીએ તેમની સાથે આવવાની ના કહી હતી. આ બાબતથી મનમાં લાગી આવતા કેશુભાઈ પરમારએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા વીસાભાઈ ભોજાભાઈ પરમારએ કલ્યાણપુર પોલીસને કરી છે.