Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારભાણવડ પંથકમાં ગૌમાતા પર નરાધમો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો

ભાણવડ પંથકમાં ગૌમાતા પર નરાધમો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો

ભાણવડ તાલુકાના ગડુ ગામના વાડી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક બિનવારસુ ગાય ચારો ખાવા માટે કોઈ વાડી ખેતરમાં ગઈ હોય, જેને લીધે કથિત રીતે આ વાડીના વિકૃત મગજના મનાતા આ વાડી માલિક દ્વારા આ ગાય પર કુહાડા જેવા તીક્ષ્ણ હથિયારથી પેટની નીચેના ભાગે ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

ઈજાગ્રસ્ત બનેલી આ ગાય લોહી-લોહાણ અવસ્થામાં ગામ તરફ આવતા ગડુ ગામના ગ્રામજનો દ્વારા આ ગામના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરવામાં આવી હતી. જેથી જીવદયા પ્રેમી યુવાનો અને પૂનમબેન માડમ ટ્રસ્ટના વેટરનરી ડોકટર દ્વારા આ ઇજાગ્રસ્ત ગાયને અઢાર જેટલા ટાંકા લઈને જરૂરી સારવાર કરવામાં આવી હતી.
આ અબોલ જીવ પર આ પ્રકારનું કૃત્ય આચરનાર નરાધમ વ્યક્તિને બોધપાઠ મળે તેવી માંગ પણ ઉઠી છે. માનવતાને શર્મસાર કરતા આ બનાવથી પંથકનાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular