Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારભરૂચ ખાતે બાઈક ચોરી પ્રકરણમાં ખંભાળિયાનો શખ્સ ઝડપાયો

ભરૂચ ખાતે બાઈક ચોરી પ્રકરણમાં ખંભાળિયાનો શખ્સ ઝડપાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને એલસીબી પોલીસ દ્વારા હાથ ધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ તથા જેસલસિંહ જાડેજા અને ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીક આવેલા વાડીનાર વિસ્તારમાંથી પસાર થતા ફિરોજ અનવર સુંભણીયા નામના શખ્સને પોલીસે ઝડપી લઇ અને પૂછપરછ કરતા ઉપરોક્ત શખ્સ દ્વારા ભરૂચના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 15,000 ની કિંમતનું કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

- Advertisement -

આથી પોલીસે એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20,000 ના મુદ્દામાલ સાથે આરોપી ફિરોજ સુંભણીયાની અટકાયત કરી અને આ શખ્સનો કબ્જો ઝઘડિયા પોલીસને સોંપવાની કાર્યવાહી કરી હતી.

એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પોલીસ દ્વારા તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેણે આશરે બે વર્ષ પૂર્વે જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક એક દુકાનમાં રાખેલા ચાર નંગ મોબાઈલ ફોનની તેમજ મેઘપર ગામેથી એક દુકાનમાંથી રૂપિયા 15 હજારની રોકડ રકમની તથા રિલાયન્સ કંપનીના ગેઈટ પાસેથી એક-એક મહિનાના અંતરે બે મોટરસાયકલ ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ.દેવમુરારી, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ તથા ક્રિપાલસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular