પંચકોશી બી ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસના આરોપીને ઠેબા ચોકડી પાસેથી પંચકોશી બી ડીવીઝન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર પંચકોશી બી ડીવીઝનમાં નોંધાયેલ પ્રોહિબીશનના કેસનો આરોપી હિરેન ઉર્ફે ઘોરી શંકર ભકકડ નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં ઠેબા ચોકડી ચેક પોસ્ટ સામે માલધારી હોટલ પાસે હોવાની પંચકોશી બી ડીવીઝનના એએસઆઈ એમ.એલ. જાડેજા તથા પો.કો. મેહુલભાઈ વિસાણીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય આર બી દેવધાની સુચના અને પ્રોઆઈપીએસ અજયકુમાર મીણા, સીપીઆઇ વી.એસ. પટેલના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી એમ કાંટેલિયા તથા પંચકોશી બી ડીવીઝનના સ્ટાફ દ્વારા ઠેબા ચોકડી ચેક પોસ્ટ સામે માલધારી હોટલ પાસેથી આરોપી હિરેન ઉર્ફે ઘોરી શંકર ભકકડ નામના શખ્સને ઝડપી લીધો હતો.