કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામના વાડી વિસ્તારમાં તરૂણ પુત્રી સાથે ગુમ થયેલી માતાને પોલીસે શોધી કાઢી તેણીના પરિવારજનોને સોંપી આપ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં નોંધાયેલી ગુમનોંધ મુજબ કિંજલબેન ચહેરાજી ઠાકોર તથા તેમની 18 માસની પુત્રી બંને ગુમ થયા હતાં અને ત્યારબાદથી માતા-પુત્રીની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી દરમિયાન કિંજલબેનને તેણીનો કુટુંબી જેઠ ભગાડીને કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં આવી ખેતમજૂરી કરતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એન ડી સોલંકી, એએસઆઈ રણમલભાઈ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડિયા સહિતના સ્ટાફે વજીર ખાખરીયા ગામની સીમમાં ડાયા ટપુ સીંગાડાના ખેતરમાં કિંજલબેન ઠાકોર અને તેનો પ્રેમી તથા કુટુંબી જેઠ મહેન્દ્ર ગાભાજી ઠાકોર અને બાળકી મળી આવતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતાં અને બીજાપુર પોલસ સ્ટેશનમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.