જામનગર શહેરના સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ અગાઉ નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મુંબઇના માહિમમાંથી દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 માં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નોંધાયેલા ચાર વર્ષથી નાસતા ફરતો મહમદ દસ્તગીર ઉર્ફે આશિફ મહમદ હનિફ ફકીરમહમદ શેખ (ઉ.વ.35) નામનો પ્લમ્બર કામ કરતો શખ્સ મુંબઇના માહિમ વેસ્ટમાં રહેતો હોવાની હેકો મહીપાલસિંહ જાડેજાના ટેકનિકલ શોર્સથી તથા એએસઆઈ કરણસિંહ જાડેજા, પો.કો. ઋષિરાજસિંહ જાડેજા, રાકેશ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે મુંબઇના માહિમ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી નાસતા ફરતા મહમદ દસ્તગીરને દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતાં.