Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિટી બી ડીવીઝનનો દારૂના કેસનો ફરાર આરોપી ઝડપાયો

સિટી બી ડીવીઝનનો દારૂના કેસનો ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના સિટી બી ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસનો આરોપી નાસતો ફરતો હોય સિટી બી ડીવીઝન પોલીસે જામનગરમાંથી આરોપીને ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સિટી બી ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસનો આરોપી જીગર ઉર્ફે રવિ પુશ નાસતો ફરતો હોય. હાલમાં લીમડાલાઈન આણદાબાવા હોસ્પિટલ પાસે ઉભો હોવાની સિટી બી ના પો.કો. જયદીપસિંહ જાડેજા તથા હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે એન ઝાલા તથા પીઆઇ પી પી ઝાના માર્ગદર્શન મુજબ સિટી બી ડીવીઝનના સ્ટાફ દ્વારા લીમડાલાઈન આણદાબાવા હોસ્પિટલ પાસેથી આરોપી જીગર ઉર્ફે રવિ પુશને ઝડપી લઇ પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular