ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના બે કેસનો આરોપી ફરાર હોય, ધ્રોલ પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યુસુફ ઉર્ફે ડાંગી હસનહિંગોર વિરૂધ્ધ દારૂના બે કેસ નોંધાયા હતાં. આરોપી ફરાર હોય ધ્રોલના હેકો ધર્મેન્દ્રભાઈ વઘોરા, પો.કો. રવિરાજસિંહ જાડેજા, જગદીશભાઈ જોગરાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા તથા ધ્રોલ સર્કલ સીપીઆઈ એ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી. જી. પનારા સહિતના સ્ટાફ દ્વારા રાજકોટ રહેતાં યુસુફ ઉર્ફે ડાંગી હસન હિંગોર નામના શખ્સને ઝડપી લીધો હતો.