Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજાહેર સ્થળોએ ધ્રુમપાન નિયમ વિરૂધ્ધ તમાકુ વેચાણ અંગે કાર્યવાહી

જાહેર સ્થળોએ ધ્રુમપાન નિયમ વિરૂધ્ધ તમાકુ વેચાણ અંગે કાર્યવાહી

કુલ 17 કેસો કરી રૂા. 3200ના દંડની વસુલાત

- Advertisement -

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પડાણા પાટીયાથી ઝાખર હાઇ-વે, સિંગચ ગામ સહિતના વિસ્તારોમાં જાહેરમાં ધુમ્રપાન, નિયમ વિરુધ્ધ તમાકુ વેચાણ સહિતનું ચેકિંગ હાથ ધરી 17 કેસો કર્યા હતાં અને રૂા. 3200ના દંડની વસુલાત કરી હતી.

- Advertisement -

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના મોનીટરીંગમાં લાલપુર તાલુકાના પડાણા પાટીયા થઈ ઝાખર હાઈ-વે,જાખર ગામ અને સિંગચ ગામમાં આવેલ દુકાનોમાં ઈઘઝઙઅ-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંતર્ગત 4 કેસ કરવામાં આવ્યા હતાં. તેમજ 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ 4 કેસ તથા શૈક્ષણિક સંસ્થાઓની 100વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ 9 કેસ સહિત કુલ 17 કેસ કર્યા હતાં. જેમાં રૂપિયા 3200 દંડ કરાયો હતો. આ કામગીરી જામનગર જિલ્લાના ડીઆઇઈસીઓ નીરજ મોદી, પડાણા સુપરવાઈઝર બી.એમ.ગોસાઈ, જિલ્લા કાઉન્સેલર નઝમા બેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા, હેલ્થ વર્કર ભાવેશ ગાગીયા,સુનીલ ગાગીયા તેમજ મેઘપર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ મહેશભાઈ આર. જોગલ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular