કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામની સીમમાં રહેતી માનસિક બીમાર મહિલા એ તેણીની ઓરડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામની સીમમાં આવેલી ભીખુભાઈના ખેતરમાં મજૂરી કામ કરતી રાજસ્થાનની વતની સંતોષબેન દુર્ગારામ દેવારામ દેવડા (ઉ.વ.44) નામની મહિલાને ઘણાં સમયથી મગજની તકલીફ હતી અને કયારેક કયારેક ધુણતી હતી. દરમિયાન ગત તા.12 ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં ખેતરમાં આવેલી ઓરડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દુર્ગારામ દ્વારા જાણ કરાતા હેકો બી.એ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.