દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળજાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે. તીવ્ર ગરમીમાં અબોલ પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.