ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ભાવિનભાઈ રામાભાઈ રામાવત (ઉ.વ.25) નામના યુવાને ગત તા. 12 ના રોજ મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક ભાવિનભાઈની સગાઈ થતી ન હોવાથી તેણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ હેમતભાઈ જાનકીદાસ રામાવતએ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.