જામનગર શહેરના ગોકુલનગરમાં મથુરાનગરમાંથી કાર લઇને જતાં પ્રૌઢે વાહન સાઈડમાં લેવાનું કહેતાં મહિલા સહિતના ચાર શખ્સોએ એક સંપ કરી પ્રૌઢ અને તેની પુત્રીને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના આહિર ક્ધયા છાત્રાલય પાસે આવેલા મયુર એવન્યુમાં માવજીભાઈ વેલજીભાઈ સોનગરા નામના પ્રૌઢ ગત તા. 09 ના રોજ રાત્રિના સમયે તેની પુત્રી સાથે ઈકોકારમાં જતાં હતાં તે દરમિયાન ગોકુલનગર વિસ્તારના મથુરાનગરમાં રહેતાં વિક્રમસિંહના ઘર પાસેથી પસાર થયા તે દરમિયાન વિક્રમસિંહની બે કાર રોડ પર પાર્ક કરેલી હોય જેથી પ્રૌઢે કાર સાઈડમાં લેવાનું કહેતાં વિક્રમસિંહ, દિગપાલસિંહ, રાહુલ અને ગીતાબા નામના ચાર શખ્સોએ એકસંપ કરી પિતા-પુત્રીને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રૌઢ દ્વારા જાણ કરાતા હેકો એન.ડી. સદાદીયા તથા સ્ટાફે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.