Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજોડિયામાં કોન્ટ્રાકટરે વેપારીને ફડાકા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી

જોડિયામાં કોન્ટ્રાકટરે વેપારીને ફડાકા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી

ઇલેકટ્રીક કામના નકકી કરેલા રૂપિયા કરતા વધારે ચૂકવ્યા : તેમ છતાં કોન્ટ્રાકટરને પૈસા આપવાની ના પાડતા ઝાપટ મારી : પોલીસ દ્વારા કોન્ટ્રાકટર વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયા ગામમાં રહેતાં વેપારી યુવાન પાસે મકાનના ઇલેકટ્રીક કામના નકકી કરેલા પૈસા કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં કોન્ટ્રાકટરે વધુ પૈસા માટે ગાળો કાઢી ફડાકા ઝીંકી વેપારીને પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના જોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાસે રહેતાં ઈમરાનભાઈ સિદીકભાઈ સમેજા નામના વેપારી યુવાને તેના મકાનમાં ઈલેકટ્રીક કામનો કોન્ટ્રાકટ અબુબકર ઉર્ફે મહમદ હનિફ ગંઢ ને આપ્યો હતો અને જેટલી રકમમાં કોન્ટ્રાકટ નકકી કર્યો હતો તેના કરતા વધારે પૈસા વેપારી દ્વારા ચૂકવી દીધા હોવા છતાં કોન્ટ્રાકટર અબુબકરે વેપારી પાસેથી વધારે રુપિયાની માંગણી કરતા વેપારીએ વધુ પૈસાની ના પાડતા કોન્ટ્રાકટરે શુક્રવારે બપોરના સમયે વેપારી સાથે બોલાચાલી કરી ગાળો કાઢી બે ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી. કોન્ટ્રાકટર દ્વારા માર મારી ધમકી આપ્યાના બનાવની જાણ કરાતા હેકો કે.કે.જાટીયા તથા સ્ટાફે વેપારીના નિવેદનના આધારે કોન્ટ્રાટકર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular