જામનગર શહેરના શંકરટેકરી નહેરુનગર વિસ્તારમાંં રહેતા વૃધ્ધા તેણીના ઘરે કોઇ કારણસર દાઝી જતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગર શેરી નં . સી માં રહેતાં બાયાબેન જીવાભાઈ વારસુર (ઉ.વ.70) નામના વૃધ્ધા ગત તા.10 ના રોજ સવારના સમયે તેના ઘરે હતાં ત્યારે કોઇ કારણસર શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ગોપાલભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકોલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.