Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરલાલપુર તાલુકાના વિજયપુરની સીમમાં વીજશોકથી ખેડૂત પ્રૌઢનું મોત

લાલપુર તાલુકાના વિજયપુરની સીમમાં વીજશોકથી ખેડૂત પ્રૌઢનું મોત

એક માસ અગાઉ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજશોક : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી

- Advertisement -

લાલપુર તાલુકાના વિજયપુર ગામના બેડાવારુ સીમમાં આવેલા ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાથી ખેડૂત પ્રૌઢનું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના વિજયપુર ગામમાં રહેતાં અને ખેતી કરતા પોલાભાઈ મુળુભાઇ ભાદરકા (ઉ.વ.50) નામના પ્રૌઢ ગત તા.08 ના રોજ સવારના સમયે બેડાવારુની સીમમાં આવેલા ખેતરે ટ્રાન્સફોર્મર પાસે આવેલી પાણીની મોટર ચાલુ બંધ કરવા જતા સમયે વીજશોક લાગતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે પ્રથમ લાલપુરની સરકારી હોસ્પિટલમાં અને તબિયત વધુ ગંભીર જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર લખમણભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular