જામનગર શહેરના વોર્ડ નં.10 માં ગુરૂવારે ભાજપાની સભા દરમિયાન મહિલાઓ દ્વારા રૂપાલાનો વિરોધ કરવા સૂત્રોચ્ચાર કર્યા હતાં. સભામાં સૂત્રોચ્ચાર કરતા મહિલાઓને મહિલા પોલીસે અટકાયત કરી લઈ ગયા હતાં. રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી અને માફી માગ્યા પછી પણ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે વિરોધ થઈ રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે. આજે જામનગરમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાના હોય, જેથી તે સ્થળે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.