Thursday, December 26, 2024
Homeરાજ્યરેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનું સન્માન

રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનું સન્માન

- Advertisement -

રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝનના 4 કર્મચારીઓનું રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેક્શન સંચાલન વિભાગના કર્મચારીઓને ફેબ્રુઆરી-2024 મહિનામાં રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં પપ્પારામ (લોકો પાયલટ ગુડ્સ-સુરેન્દ્રનગર), મનમોહન સિંઘ (ટ્રેન મેનેજર-સુરેન્દ્રનગર), રિંકુ કુમાર મીના (પોઈન્ટ્સ મેન-પીપલી) અને નથુ રામ (લોકો પાઈલટ ગુડ્સ-સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે. રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેનોમાં હોટ એક્સલની નોટિસ કરવું, લટકતા ભાગો અને OHE (ઓવર હેડ ઇક્વિપમેન્ટ) માં ત્રિપાલ લટકવાની સૂચના વગેરે સમયસર આપી હતી. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર આર સી મીણા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (સંચાલન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular