આ અંગેની વિગત મુજબ, લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો આરોપી ઈકબાલ મુસા સુંભણિયા નાસતો ફરતો હોય. હાલમાં લાલપુરમાં ગોવાણા ચેક પોસ્ટ પાસે આવેલ રાધે ક્રિષ્ના હોટલ પાસે હોવાની એએસઆઈ જે.આર. જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, તથા સર્કલ પીઆઈ વી.એસ. પટેલના માર્ગદર્શન મુજબ લાલપુરના પીએસઆઈ એસ.પી.ગોહિલ, એએસઆઈ જે.આર. જાડેજા, હેકો ટી.વી. જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, પ્રવિણભાઈ બેડિયાવદરા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગોવાણા ચેક પોસ્ટ પાસેથી ઈકબાલ મુસા સુંભણિયા નામના શખ્સને ઝડપી લીધો હતો.