Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમતદાર જાગૃતિ વિષયે ઇ-પોસ્ટર સ્પર્ધા યોજાઇ

મતદાર જાગૃતિ વિષયે ઇ-પોસ્ટર સ્પર્ધા યોજાઇ

વિદ્યાર્થિનીઓએ મારો મત, મારો અધિકાર, તમારો મત ભવિષ્યને સશક્ત બનાવે છે સહીતના સ્લોગન વડે આકર્ષક પોસ્ટર બનાવી મતદાર જાગૃતિ અંગેનો અનેરો પ્રયાસ હાથ ધર્યો

- Advertisement -

એ.કે.દોશી મહિલા કોલેજ, જામનગરના એન.એસ.એસ.પ્રવૃતિઓ અંતર્ગત જિલ્લા ચૂંટણી શાખા જામનગર આયોજિત અને ડો.ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ”મતદાર જાગૃતિ” વિષય પર ઈ-પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મેતર ઈકરા ઈમરાનભાઈ, દ્વિતિય ક્રમે કાછડિયા ક્રિષ્ના બાબુભાઈ તેમજ તૃતીય ક્ર્મે નકુમ મહેક તરુણભાઈ વિજેતા રહ્યા હતા. આ તમામે મારો મત, મારો અધિકાર, લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા. તમારો મત ભવિષ્યને સશક્ત બનાવે છે. મત એ તમારો અધિકાર માત્ર નહીં તમારી શક્તિ પણ છે. તમારા મતનું મુલ્ય સમજી જવાબદાર નાગરીક બનો. સહિતના સ્લોગનનો ઉપયોગ કરી આકર્ષક પોસ્ટર બનાવી મતદાર જાગૃતિ અંગેનો અનેરો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો.ધર્મિષ્ઠા કરડાણીએ સેવા આપી હતી તેમજ એન.એસ.એસ. પ્રો.ઓફિસર જિતેન્દ્ર સોઢાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular