જામનગર તાલુકાના મોરકંડા ગામ નજીક આવેલી નદીના થોડા પાણીમાંથી પસાર થતા સમયે ખાડામાં ડુબી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડાધારમાં વેલનાથ શાળાની બાજુમાં રહેતાં રેખાબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.25) નામની મહિલા ગુરૂવારે બપોરના સમયે મોરકંડા ગામમાંથી ખરીદી કરી તેના ઘરે પરત જતી હતી ત્યારે નાગમતિ નદીની વચ્ચેના રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે ઉંડા પાણી ભરેલા ખાડામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતકના પતિ જગદીશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.