લાલપુર તાલુકાના ભણગોર ગામની પાંચ હજાુરની વસ્તી માટે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાતા ગ્રામજનોમાં ચિંતા થવા લાગી છે. પાણી પુરુ પાડતાા તમામ સ્ત્રોત ડુકી ગયા છે. એકમાત્ર નર્મદાના પાણી મળે છે પરંતુ તે પણ અનિયમિત મળતાં લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. આ બાબતે ગામના સરપંચ ગોરધનભાઈ કાનાણીએ તાલુકા અને જિલ્લાના સતાવાળાઓને રજૂઆત કરી ટેન્કર વાટે પાણી આપવા માંગણી કરી છે.
જામનગર પોરબંદર હાઈવે માર્ગ ઉપર આવેલ ભણગોર ગામને પીવાના પાણી પ્રશ્ર્ને અન્યાય થતો હોવાની ગ્રામજનોમાં ફરિયાદ ઉઠી છે. ગામને પાણી આપતા તમામ સ્ત્રોત એકાએક ડૂકી જતા, નર્મધનું પાણી એકમાત્ર વિકલ્પ બચ્યો છે. નર્મદાનું પાણી પણ લોકોને નિયમિત મળતું નથી. જેથી પાણી માટે લોકો આમ તેમ ફાફા મારી રહયા છે.
શિયાળો અંતિમ ચરણોમાં છે અને ઉનાળાના કપરા દિવસો બારણે ટકોરા મારી રહ્યા છે. ત્યારે પીવાના પાણી માટે લોકોની શું હાલત થશે ? એ બાબતે ગ્રામજનોમાં ચિંતા થવા લાગી છે. પાણીની હાલમાં કટોકટી ઉભી થવાથી સમગ્ર ગામમાં રોષ ભભૂકી ઉઠયો છે. સરકારી તંત્ર પીવાના પાણી પ્રશ્ર્ને કાંઈપણ ધ્યાન નહીં આપે તો લોકોની યાતના બેવડાશે ગામના જાગૃત સરપંચ ગોરધનભાઇ કાનાણીએ સરકારી તંત્રને અસરકારક રજૂઆત કરી છે.