Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા વડત્રાના યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા વડત્રાના યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક બાઈક આડે કુતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ભિમશીભાઈ દેવાતભાઈ જોગલ નામના 22 વર્ષના યુવાન ગત તા. 19 ડિસેમ્બરના રોજ પોતાના જીજે-10 સી.કે. 1009 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક આડે એકાએક કુતરુ આવી જતા ભિમશીભાઈનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા દેવાતભાઈ અરશીભાઈ જોગલે પોલીસને કરતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular