Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં રોડના વિવિધ કામ પૂર્ણતાના આરે

ખંભાળિયામાં રોડના વિવિધ કામ પૂર્ણતાના આરે

- Advertisement -

ખંભાળિયા શહેરના આંતરિક તથા સંલગ્ન વિવિધ રસ્તાઓ કે જે ખૂબ જ જર્જરીત હાલતમાં હતા, આ રસ્તાઓ ડામર રોડ તથા સીસી રોડથી નવેસરથી બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયા પછી હાલ આ રસ્તાઓ મહદ અંશે પૂર્ણ થવામાં છે.

- Advertisement -

નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, પાલિકા પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી તથા ઇજનેર એન.આર. નંદાણીયા દ્વારા શહેરના બાકી રહી ગયેલા રસ્તાઓને ગામમાં ડામર રોડથી મઢવાનું કામ પાંચમા પ્રયત્ને આખરે હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમય પછી ગામમાં રોડના હાથ ધરાયેલા રસ્તાના આ કામોમાં દ્વારકા માર્ગ તથા સલાયા રોડથી પ્રવેશતો માર્ગ કે જે ખૂબ જ જર્જરીત હતો. આ ઉપરાંત રેલવે ફાટકથી સરકારી હોસ્પિટલ સુધીનો ડામર વાળો બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ખંભાળિયામાં પોરબંદર રોડથી શહેરમાં પ્રવેશતા માર્ગમાં બંને તરફ ફોર ટ્રેક બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જે નજીકના દિવસોમાં પૂર્ણ થઈ જશે.

આ ઉપરાંત શહેરમાં જામનગર તરફથી પ્રવેશતા માર્ગને રેલવે સ્ટેશન રોડ સુધી બંને બાજુ નવેસરથી બનાવવાનું કામ પણ હાથ વધારવામાં આવનાર છે. થોડા દિવસો પૂર્વે જ રેલવે સ્ટેશનથી નગર ગેઈટનો રસ્તો કે જે અગાઉ ખૂબ જ ઉબડ ખાબડ હતો, તે રસ્તાને પણ સી.સી. રોડથી મઢવાનું કામ મહદ અંશે પૂર્ણ થઈ ગયું છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જતા શહેરના મોટાભાગના રસ્તાઓ ડામર રોડ તથા સીસી રોડથી મઢાઈ જશે અને ખાસ કરીને વાહનચાલકોને અગાઉના મગરની પીઠ જેવા રસ્તાઓથી કાયમી મુક્તિ મળશે. નગરપાલિકાની આ કામગીરી લોકોમાં સરાહનીય બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular