જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસમાં પકડાયેલ 15436 નંગ દારુની બોટલોના જથ્થા પર બોલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ જામનગર શહેર સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ પી.બી. પરમાર તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને શહેર મામલતદારની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ડિવિઝન વિસ્તારના પોલીસ સ્ટેશનમાં દારુના કેસમાં પકડાયેલ કુલ રૂા. 5966016ની 15436 નંગ દારુની બોટલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.