જામનગર જિલ્લાના જાખર ગામ નજીક જાહેરમાં ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરતા સ્થળે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન 30 લાખના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જાખર ગામમાં આવેલી હોટલની બાજુના પાર્કીંગમાંથી પેટ્રોલ-ડીઝલના ટેન્કરોમાંથી ચોરી કરાતી હોવાનું મળેલી હે.કો. ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, પો.કો. કુલદીપસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલા અને સીપીઆઇ પી.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી.કોડિયાતર, હે.કો. ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, પો.કો. કુલદીપસિંહ પરમાર, પ્રદીપસિંહ જેઠવા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રાજસ્થાનના ચનાવાડા ગામના દલ્લારામ લુંભારામ જાટ નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી ટેન્કરોમાં બોટમના સીલ તોડી ગેરકાયદેસર ડીઝલ કાઢેલા 20-20 લીટરની બે ડોલ અને ડીઝલ ભરેલું ટેન્કર મળી કુલ રૂા.30,17,357 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ડીઝલ ચોરીમાં રાજસ્થાનના જેઠારામ ગોમારામ કડોસરા નામના શખ્સને વેચાણ કરાતું હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.