Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારમોરબીમાંથી ચોરાયેલું બાઇક કાલાવડમાંથી મળી આવ્યું

મોરબીમાંથી ચોરાયેલું બાઇક કાલાવડમાંથી મળી આવ્યું

- Advertisement -

કાલાવડ ગામમાં બસસ્ટેન્ડ પાસેથી પોલીસને બિનવારસુ, ચોરાઉ બાઇક મળી આવતા કબ્જે કરી તપાસ હાથ ધરતા બાઇક મોરબી જિલ્લામાંથી ચોરાયું હોવાનુ ખુલ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં પીઆઇ વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એસ.ગોવાણી, હે.કો. શોભરાજસિંહ જાડેજા, પો.કો.અનિરૂધ્ધસિંહ જાડેજા, ઉદયસિંહ સિંધવ, ગૌતમ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન કાલાવડના બસસ્ટેન્ડ સામેના વિસ્તારમાં પહોંચતા ત્યાં 40,000ની કિંમતનું હોન્ડા સાઇન બિનવારસુ મળી આવતા પોલીસે ચોરાઉ બાઇક કબ્જે કરી તપાસ હાથ ધરતા આ બાઇક મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલતા પોલીસે બાઇક મોરબી પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular