Tuesday, January 14, 2025
Homeરાજ્યહાલારજોડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા-પાનની દુકાનોમાં ચેકિંગ

જોડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા-પાનની દુકાનોમાં ચેકિંગ

- Advertisement -

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું .

- Advertisement -

જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે 5 કેસ, તેમજ કલમ 6 (અ) 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ 9 કેસ તથા કલમ 6 (બ) શૈક્ષણિક સંસ્થાઓની નજીકના 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ કુલ 15 કેસ દાખલ થયા હતા.

આ સમગ્ર કામગીરી દરમિયાન રૂ. 2500 જેટલો દંડ એકત્ર કરાયો હતો. આ કામગીરીમાં તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, એમ.પી.એસ. સુધીર રાઠોડ, એમ.પી.ડબલ્યુ પી.બી.બારડ, એમ.બી.રાઠોડ, આર.જે.પરમાર તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હેડ કોન્સટેબલ નિલેશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular