જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક રોડ પાસેની ધ્રુવફળી નજીકથી અજાણ્યા પુરૂષનો સળગી ગયેલો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળપરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા અને હત્યા કે આત્મહત્યા છે તે અંગેની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સેન્ટ્રલ બેંક રોડ પર આવેલી ધ્રુવફળી નજીક ગત રાત્રિના સમયે અજાણ્યા પુરૂષનો મૃતદેહ અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી સળગેલા મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી મૃતકનુ મોત કેવી રીતે અને ક્યા કારણોસર થયું તે અંગેની તપાસ આરંભી હતી તથા મૃતક યુવાનની હત્યા નીપજાવી લાશને ફેંકી દેવામાં આવી છે કે યુવાને આત્મહત્યા કરી છે તે અંગેની ઝીણવટભરી તપાસ માટે આજુ-બાજુમાં પૂછપરછ હાથ ધરી હતી.