આગામી તા. ર8 જાન્યુઆરીને રવિવારના રોજ સુરત ખાતે પૂ. આ.શ્રી વિજયરશ્મિરત્ન સુરીશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં 21 દિક્ષાઓ યોજાનાર છે. જેમાં જામનગરના માતા-પુત્ર અ.સૌ. મીનાબેન તથા વિરલ કૌશિલકુમાર શાહ દિક્ષા લેનાર છે. તેમના વરસીદાનની શોભાયાત્રા જામનગર ખાતે યોજાયેલ જેમાં જૈન બેન્ડ, રથ સાથે જૈન સમાજના અગ્રણીઓ અને ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.