Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારહાઈડ્રો ક્રેનની ઠોકરે આરંભડાના યુવાનનું મોત

હાઈડ્રો ક્રેનની ઠોકરે આરંભડાના યુવાનનું મોત

અમેઝિંગ વનવર્લ્ડના મનોજભાઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ : ફન વર્લ્ડમાં કામ કરતા સમયે બેશુદ્ધ

- Advertisement -

ઓખા મંડળના આરંભડા ગામના સીમ વિસ્તારમાં રહેતો યુવાનને બેફીકરાઇથી આવી રહેલા હાઇડ્રો ક્રેઈનના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જામનગરમાં રહેતાં વૃધ્ધ દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં આવેલા અમેઝીંગ ફન વર્લ્ડના બગીચામાં કામ કરતા હતાં ત્યારે એકાએક બેશુધ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા વેજાભાઈ હાડાભાઈ ચાનપા નામના 48 વર્ષના યુવાનને સુરજકરાડી વિસ્તારમાંથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 એએફ 2454 નંબરના હાઇડ્રો ક્રેનના ચાલકે અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પુત્ર કિશનભાઈ વેજાભાઈ ચાનપાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસ હાઇડ્રો ક્રેનના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (એ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ, જામનગરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અમેઝિંગ ફન વર્લ્ડ વારા મનોજભાઈ પ્રેમજીભાઈ પટેલ નામના 75 વર્ષના વૃદ્ધ ગઈકાલે ગુરુવારે બપોરના સમયે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે આવેલા અમેઝિંગ ફન વર્લ્ડમાં બગીચામાં કામ કરી રહ્યા હતા, ત્યારે એકાએક તેઓ બેભાન થઈ જતા તેમને મૂર્છિત અવસ્થામાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પુત્ર જસ્મિનભાઈ મનોજભાઈ પટેલે દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular