જામજોધપુર તાલુકાના જામવાડી ગામના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10080 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન અમૃતલાલ ધરમશી ખાંટ, જમનદાસ પંચાણ ખાંટ, વલ્લભ ગોરધન અમૃતિયા, રમેશ પરશોતમ રાબડિયા, પ્રકાશ કાંતિ ખાંટ નામના પાંચ શખ્સોને રૂા.10080 નીર ોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.