Thursday, November 21, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

ખંભાળિયામાં જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

- Advertisement -

ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા “પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, 1994” દ્વારા ઘડવામાં આવેલ છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી સામાજીક કાર્યકર ડો. કાશ્મિરાબેન રાયટઠ્ઠઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા એડવાઈઝરી કમિટીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ મીટીંગમાં હોસ્પિટલ અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજુ કરેલ અહેવાલો વંચાણે લઈ, સોનોગ્રાફી સેન્ટર ખાતે એકટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરવામાં આવેલ હતી. આયોજીત મીટીંગમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્ય ધીરેનભાઈ બદીયાણી, કિરીટભાઈ મજીઠીયા, સરકારી વકીલ લાખાભાઈ ચાવડા તેમજ જનરલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત નોંધાયેલા સરકારી અને બિનસરકારી ડોકટરોને આ એકટ હેઠળ થયેલ જોગવાઈઓ તથા નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરીની યાદીમાં સૂચન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular