જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબીશનના બે ગુનામાં નાસતા ફરતા બુટલેગરને પોલીસે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વર્ષ 2022 અને 2023 માં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નોંધાયેલા મહેન્દ્ર ઉર્ફે બુસીંગ જેન્તી મંગે (ઉ.વ.33) નામનો શખ્સ નાસતો ફરતો હતો. આ શખ્સ અંગે પો.કો. ઋષિરાજસિંહ જાડેજા અને રાકેશ ચૌહાણને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગોકુલદર્શન સોસાયટી પાસે આવેલ મયુરગ્રીન સોસાયટીના ગેઈટ નજીકથી પોલીસે મહેન્દ્ર ઉર્ફે બુસીંગને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.