જામનગર શહેરમાં બાઈક ચાલક દ્વારા જોખમી સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોના આધારે જામનગર પંચકોશી’બી પોલીસ સ્ટાફે સ્ટંટ કરતાં શખ્સને ઝડપી પાડ્યો છે.
જામનગરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો તે થર્ટી ફર્સ્ટની રાત્રિનો અને હાપા રોડ વિસ્તારનો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. જે વીડિયોમાં એક યુવક બાઈક પર આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. સર્કસની માફક જાહેર રસ્તા પર સ્ટંટ કરાયા હતા. જે વીડિયોના આધારે જામનગર પંચકોશી’બી પોલીસ સ્ટાફે સ્ટંટ કરતાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.