Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખરેડીમાં પત્નીના અવસાન બાદ પુત્રની ચિંતામાં પિતાની આત્મહત્યા

ખરેડીમાં પત્નીના અવસાન બાદ પુત્રની ચિંતામાં પિતાની આત્મહત્યા

શનિવારે તેના ખેતરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી: પત્નીની ગેરહાજરીમાં નાના પુત્રની બંને કિડની ફેઇલ થઈ ગઈ : ચિંતા-તણાવથી કંટાળી આયખું ટૂંકાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા પ્રૌઢે તેના નાના પુત્રની બંને કિડની ખરાબ થઈ જતાં અને પત્ની હૈયાત ન હોય પુત્રની ચિંતામાં જિંદગીથી કંટાળી ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મૂળ જૂનાગઢના નારાયણનગર-7ના આંકલવાડી વિસ્તારના વતની અને કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમમાં આવેલી અભિષેકભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ કરતા મનુભાઈ પોલાભાઈ પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢના નાના પુત્રની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. ઉપરાંત તેની પત્ની હૈયાત ન હોવાથી નાના પુત્રની બીમારીની ચિંતામાં રહેતાં પ્રૌઢ પિતાએ શનિવારે બપોરના સમયે તેના ખેતરમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે પ્રૌઢના પુત્ર કિશન દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આરે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular