Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં દુબઈ અને બહેરીનની ટીમોનું આગમન અને રોકાણ

Video : જામનગરમાં દુબઈ અને બહેરીનની ટીમોનું આગમન અને રોકાણ

આજે પ્રથમ મેચ બહેરીન યુ-14 અને જામનગર વચ્ચે મુકાબલો

- Advertisement -

જી-ફોર્સ એકેડમી દુબઈ અને બહેરીનની ટીમો જામનગરના ક્રિકેટ બંગલા ખાતે મેચ રમવા પધારી છે. ત્રણ દિવસના રોકાણમાં જામનગરની ટીમ સાથે મેચ રમશે.

- Advertisement -

આજે જામનગર ખાતે જી ફોર્સ એકેડમી દુબઇ અને બહેરીનની ટીમો પધારી છે. જેમાં અંડર-12 થી અંડર-16 સુધીનો ટીમો ત્રણ દિવસના રોકાણ દરમિયાન જામનગરની ટીમો સાથે મેચ રમશે જેમાં આજે પ્રથમ દિવસે બહેરીનની અંડર-14 ટીમ સાથે જામનગરનો પ્રથમ મેચ રમાઈ રહ્યો છે.

- Advertisement -

આ તકે આ ટીમોને આવકારવા અને ટોસવિધિ, ઓળખ વિધિ સમયે જામનગરના ડિસ્ટ્રીકટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ભાજપા શહેર પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, ભાજપાના સક્રિય કાર્યકર અને વોર્ડ અગ્રણી વિજયસિંહ ગોહિલ અને લંડનની ટીમના કોચ કિરણ પટેલ, બોમ્બે કોચ રવેન્દ્ર બારીયા અને બહેરીન ટીમના કોચ જયરાજ ભંડારી પધાર્યા છે. આ ટીમો 12 દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમો સાથે મેચ રમશે. જ્યારે આજે પ્રથમ મેચમાં જામનગરની ટીમ ટોસચ જીતી બેટીંગ પસંદ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular