જામનગર શહેરમાં ગણપતનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહિલા સહિતના પાંચ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.6980 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના બાલનાથ સોસાયટીમાંથી જાહેરમાં વર્લીના આંકડા લખતા રૂા.6170 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગણપતનગર વિસ્તારમાં ખુલ્લી ફાટક પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન એક મહિલા અને રમેશ રામજી રાઠોડ, હમીર પાલ ગરચર, કાંતિલાલ દેવજી પોપટ, કિશન દેવજી સોલંકી સહિતના પાંચ શખ્સોને રૂા.6,980 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના મોરકંડા રોડ પર બાલનાથ સોસાયટી પાસે જાહેરમાં હિતેશ ઉર્ફે હસુ કિશોર રાઠોડ નામના શખ્સને વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ તેની પાસેથી રૂા.6170 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.