Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજેલના કેદીઓના માનદ વેતનમાં વધારાથી જેલમાં કેદીઓને મોં મીઠા કરાવાયા

જેલના કેદીઓના માનદ વેતનમાં વધારાથી જેલમાં કેદીઓને મોં મીઠા કરાવાયા

જિલ્લા જેલ અધિક્ષકે કેદીઓને વેતન વધારા અંગે માહિતગાર કર્યા

- Advertisement -

રાજ્યની જેલમાં રહેલ કેદીઓના માનદ વેતનમાં વધારો કરાયો છે. આ નિર્ણયને લઇ જામનગર જિલ્લા જેલમાં કેદીઓને જિલ્લા જેલ અધિક્ષક દ્વારા વેતન વધારા અંગે વાકેફ કરી મો મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -

રાજ્યની જેલોમાં રહેલ સજા પામેલ કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમજમાં પુનર્વસન પામી શકે, તેઓને જેલજીવન દરમ્યાન દૈનિક પ્રવૃત્તિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓના કૌશલ્યનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી સોંપી તૈયાર કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે કેદીઓને વર્ગીકૃત કરી બિનકુશળ, અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યું છે.

જેમાં બિનકુશળ કેદીઓ માટે 70રૂ., અર્ધકુશળ કેદીઓ માટે 80રૂ.અને કુશળ કેદીઓ માટે 100 રૂ. મુજબ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું. જે રાજ્ય સરકારના માનવીય અભિગમ તથા અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન રાવના અથાગ પ્રયત્નોથી સુધારો કરવામાં આવ્યું છે. જેમાં બિનકુશળ કેદીઓ માટે 110રૂ., અર્ધકુશળ કેદીઓ માટે 140રૂ.અને કુશળ કેદીઓ માટે 170રૂ. કરવામાં આવ્યા છે. જે બાબતે જામનગર જીલ્લા જેલ અધિક્ષક એમ. એન. જાડેજા દ્વારા જામનગર જિલ્લા જેલમાં કામ કરતા કેદીઓને જાણ કરી થયેલ વેતન વધારા બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા અને કેદીઓને મોં મીઠુ કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular