જામનગર તાલુકાના નવાનાગના ગામના વાડી વિસ્તારમાં રહેતાં વૃધ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતા અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નવાનાગના વાડી વિસ્તારમાં રહેતાં છગનભાઇ ધરમશીભાઈ નકુમ (ઉ.વ.60) નામના વૃધ્ધને આજે સવારે તેના ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃધ્ધનું આજે બપોરે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ઉમેદભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.