દ્વારકા જિલ્લાના રાણ ગામમાં રહેતો યુવાન શનિવારે ખેતરના કૂવામાં કામ કરતો હતો તે સમયે એકાએક ભેખડ ધસી પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા દેવરામભાઈ પેથાભાઈ નકુમ નામના 35 વર્ષના સતવારા યુવાન શનિવારે સવારના સમયે તેમની વાડીના કૂવામાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એકાએક તેમના પર ભેખડ ધસી પડતા તેમને માથાના ભાગે તથા શરીરના જુદાં-જુદાં ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વેલાભાઈ પેથાભાઈ નકુમએ કલ્યાણપુર પોલીસને કરી છે.