શિક્ષકોના પડતર પ્રશ્ને ચાલી રહેલા આંદોલન અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે જામનગર અને પોરબંદર મળી ત્રણ જિલ્લાઓના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગના શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. વધુમાં સમગ્ર રાજ્યના શિક્ષક મહાપંચાયતનો 11 સ્થળોએ આ પ્રકારે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ આશરે બે લાખથી વધુ શિક્ષકો તેમજ અન્ય તમામ સંવર્ગના કર્મચારીઓ જોડાયા હતા.
શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નોના અનુસંધાને યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત પદયાત્રા સાથે અત્રે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.