Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશેખપાટના મહિલા સરપંચના પતિ સહિતના બે શખ્સો લાંચ લેતા ઝડપાયા

શેખપાટના મહિલા સરપંચના પતિ સહિતના બે શખ્સો લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના શેખપાટ ગામના સરપંચ મહિલના પતિ અને ઉપસરપંચ સહિતના બે વ્યક્તિઓને એસીબીની ટીમે લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને સભ્ય દ્વારા એક જાગૃત નાગરિક પાસેથી રેતી માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચ સંદર્ભે નાગરિકે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે બપોરે એસીબીની ટીમે એક છટકું ગોઠવી જાગૃત નાગરિક પાસેથી રું. ૬૦,૦૦૦ ની લાંચ લેતા મહિલા સરપંચના પતિ મનસુખ નાથા ચાવડા અને સભ્ય રામજી કણજારિયા નામના બે શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબી એ બને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular