ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આજે જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ (2) નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકના કેસ (3) બેંક રીકવરી દાવા (4) એમ.એ.સી.પી.ના કેસ (5) લેબર તકરારના કેસ (6) લગ્ન વિષયક તકરારના કેસ (7) વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાય)ના કેસ (8) કૌટુંબિક તકરારના કેસ (9) જમીન સંપાદનના કેસ (10ા સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તના લાભના કેસ (11) રેવન્યુ કેસ (ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ (12) અન્ય સિવિલ કેસ વગેરે માટે આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું.
આ તકે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ જામનગર ઇ.ચા. ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયધિશ એસ.કે. બક્ષી અને એડી. સીનિયર સીવીલ જજ અને એડી. ચીફ જયુડી મેજી. સચિવ જે.પી. પરમારના નેજા હેઠળ સમાધાનના આશરે 11,000 કેસો મૂકાયા હતાં તેમ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ જામનગરની યાદીમાં જણાવાયું છે.