જામનગર શહેર તાલુકાના વસઇ ગામના પાટીયા પાસે હત્યા અને હત્યાના પ્રયાસના બનાવમાં સીક્કા પોલીસે હત્યાના પ્રયાસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વસઈ ગામના પાટીયા પાસે સપ્તાહ પૂર્વે જુની અદાવતનો ખાર રાખી સામસામા થયેલા હુમલામાં યુવાનની હત્યા અને સામાપક્ષે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપી અંગેની પો.કો. વિજય કારેણા, જયપાલસિંહ જાડેજા અને લાલજી રાતડિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા પીઆઈ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રો.પીઆઈ આર.ડી.રબારી, પીએસઆઈ એ.વી. સરવૈયા, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, લાલજીભાઈ રાતડિયા, વિજયભાઈ કારેણા, રઘુવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગ્રીનવીલાના ગેઇટ પાસેથી લખન કારા ગઢવી નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.