જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. દ્વારા શહેરના અજીતસિંહજી પેવેલિયનમાં અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે.
જેમાં જામનગર ડિસ્ટ્રીકટ વિ. કચ્છ ડિસ્ટ્રીકટની વચ્ચે મેચ રમાયો હતો. જેનો જામનગરના અગ્રણી બિલ્ડર તથા ગાગીયા સન્સ પ્રા.લિ.વાળા ભાવેશભાઇ ગાગીયાના હસ્તે ટોસ ઉછાળીને મેચનો પ્રારંભ કરાયો હતો. જેમાં જામમનગરની ટીમના કેપ્ટન દ્વારા ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. ભાવેશભાઇ સાથે કવલજીત બજાજ, વિજયભાઇ બાબરીયા, ભરતભાઇ મચ્છર, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ મહિલા કોચ રીનાબા ઝાલા વગેરેએ હાજર રહી બંને ટીમોને અભિનંદન પાઠવ્યા હતાં.