Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારઓખા નજીક અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધાનું મૃત્યુ

ઓખા નજીક અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધાનું મૃત્યુ

- Advertisement -

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા કોરાઈબેન રાણાભા માણેક નામના 75 વર્ષના મહિલા ગઈકાલે મંગળવારે સવારના સમયે ઓખાની ચેકપોસ્ટ પાસેથી એક રિક્ષામાંથી ઉતરીને જઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ પર કોઈ અજાણ્યા વાહનના ચાલકે કોરાઈબેન માણેકને હડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના દોહિત્ર પબુભા એભાભા કાજરા (ઉ.વ. 38, રહે. કુરંગા) ની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular