જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન તેના કાકા સાથે વાડી તરફ જતાં હતાં ત્યારે વસઈ નજીક બે શખ્સોએ કારને આંતરીને સાત વર્ષ અગાઉ કરેલા ખુનનો બદલો લેવા યુવાન ઉપર છરીના ત્રણ થી ચાર ઘા ઝીંકી હત્યાના પ્રયાસમાં પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાં ગોકુલનગરમાં આવેલા શિવનગરમાં રહેતા બ્રાસપાર્ટના વેપારી વજશીભાઈ કરણાભાઈ ઉર્ફે કાનાભાઈ વસરા નામના યુવાન ગત તા.30 ના રોજ રાત્રિન સમયે તેના કાકાની વાડીએ જીજે-10-ડીએન-6758 નંબરની બ્રેઝા કારમાં જતા હતાં ત્યારે ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ નજીક પહોંચ્યા ત્યારે ભીમશીભાઈના ભાઈ એભાભાઈનું સાત વર્ષ પહેલાં થયેલા ખુનનું મનદુ:ખ રાખી ભીમશીભાઈએ તેની જીજે-10-ડીએ-0252 નંબરની કાર બે્રઝા કારની આગળ રાખીને આંતરી લીધા હતાં. કારમાંથી ઉતરેલા સામતભાઈ કરણાભાઈ વસરા સાથે ભીમશીભાઈ ધરણાંતભાઈ આંબલિયા તથા અજાણ્યા શખ્સે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ભીમશીભાઈએ સામતભાઈને છરીના ત્રણ થી ચાર ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા સામતભાઈ લોહીલુહાણ થઈ ગયા હતાં.
આ મારામારીના બનાવમાં સામાપક્ષે પણ સામત કરણા વસરા, અજય ભીમશી વસરા, વજશી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના ચાર શખ્સોએ ભીમશીભાઈ ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. સામસામા હુમલાના બનાવમાં પીઆઇ આર ડી રબારી તથા સ્ટાફે વજશીભાઈના નિવેદનના આધારે મૃતક ભીમશીભાઈ ધરણાંતભાઇ આંબલિયા અને અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.