Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજથી બે દિવસીય નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એકસરસાઈઝ

જામનગરમાં આજથી બે દિવસીય નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એકસરસાઈઝ

કોસ્ટ ગાર્ડના ડીજી તથા કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓનું આગમન : દરિયામાં ઓઇલ લીકેજથી પ્રદૂષણ અટકાવવા પ્લાન તૈયાર

- Advertisement -

- Advertisement -

ગુજરાતના દરિયાકિનારામાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા હાલારમાં આજથી બે દિવસ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં થતા ઓઇલ સ્લીપ્ટના સંદર્ભમાં સાવચેતી સહિતના એકશન લેવા માટે નેશનલ ઓઇલ સ્લીપ્ટ ડીઝાસ્ટર ક્ધટીજન્સી પ્લાન અને નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસરસાઈઝ ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડાયરેકટર જનરલ રાકેશ પાલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. તેેની મુલાકાત દરમિયાન ઉત્તર પશ્ર્ચિમ ક્ષેત્રના કોસ્ટગાર્ડ દ્વારા તેઓની ઉપસ્થિતિમાં નેશનલ ઓઇલ ક્ધટીજન્સી પ્લાન એટલે કે, ઓઇલ લીકેજના સંજોગોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરીને ઓઇલ દ્વારા થનારા પ્રદૂષણની સંભવિત ઘટનાને કઇ રીતે હેન્ડલ કરવી તેની મેગા મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલ વેળાએ ભારત સરકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિદેશના 25 અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ એકસરસાઈઝમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા વિદેશી કંપનીઓના 25 જેટલા પ્રતિનિધિઓ, નયારા, રિલાયન્સ, આઈઓસીએલ, અદાણીના સ્ટેક હોલ્ડર્સના પ્રતિનિધિઓ જોડાયા છે. ઉપરાંત આજે આ મોકડ્રીલ જામનગરના દરિયામાં તથા આવતીકાલે વાડીનારના દરિયામાં યોજવામાં આવશે. જેમાં કંપનીના ઓઇલ ટેન્કરો ભારતીય જહાજો, એરક્રાફટના ઉપક્રમે ઓઇલ સ્લીપ્ટ એકસરસાઈઝ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular