Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એરફોર્સના જવાનના મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી

જામનગરમાં એરફોર્સના જવાનના મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી

નવ દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.99 લાખના દાગીના ઉસેડી ગયા : શકદાર મહિલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના એરફોર્સ 1 માં એસએમકયુ કવાર્ટસમાં રહેતાં જવાન બહારગામ ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરે ચાવી વડે દરવાજો ખોલી મકાનમાંથી સોનાના પાટલા, મંગળસૂત્ર સહિતના રૂા.1.99 લાખના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, ઉતર પ્રદેશના કાનપુરના વતની અને હાલ જામનગરમાં એરફોર્સ 1 માં ફરજ બજાવતા અને એસએમકયુ કવાર્ટસ નંબર 70/6 માં રહેતાં સુભાષકુમાર સુરેશચંદ્ર દોહરે (ઉ.વ.34) નામનો જવાન ગત તા.12 થી તા.21 નવેમ્બર સુધી બહાર ગયા હતા અને તે દરમિયાન જવાન તેના ઘરની ચાવી બહાર રાખેલા બુટમાં રાખતા હતાં. બંધ રહેલા મકાનમાંથી સપ્તાહ દરમિયાન અજાણ્યા તસ્કર અથવા શકદાર પૂનમબેને બુટમાં રાખેલી ચાવી વડે મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટમાંથી રૂા.1,10,000 ની કિંમતના 54 ગ્રામ વજનના સોનાના એક જોડી પાટલા, રૂા.44 હજારની કિંમતનું 20 ગ્રામ સોનાનું મંગળસૂત્ર, રૂા.25,000 ની કિંમતની 13 ગ્રામ વજનની સોનાની બે વીંટી અને રૂા.20,000 ની કિંમતની સાત ગ્રામની સોનાની બુટી સહિત રૂા.1,99,000 ની કિંમતના સોનાની દાગીનાની ચોરી કરી ગયા હતાં.

ચોરીના બનાવની જાણ થતા બહારગામથી પરત આવેલા સુભાષકુમાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ વી.બી. બરસબીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ શકદાર પુનમબેન તથા અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular